લાકડીયા સહીત અન્ય ૩ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીનાં ગુન્હામાં પોલીસે બે શખ્સોને ચોરી કરેલી બોલેરો સાથે ઝડપી લીધો હતો. જેમાં બે આરોપીનાં રિમાન્ડ મેળવી તેમના પાસે વધુ ચોરી કરેલી ત્રણ બાઈક પોલીસે કબ્જે કરી ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી લીધું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, લાકડીયા પોલીસ સ્ટેશન સહીત કુલ ૩ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ ચોરીનાં ગુનાનો ભેદ લાકડીયા પોલીસે ઉકેલી લીધું હતું.
જેમાં પોલીસે ચોરી કરેલી બોલેરો નંબર જીજે/૦૧/એચએસ /૯૪૩૨ લઈ રાજસ્થાન જવા નીકળેલા મૂળ રાજસ્થાનનાં આરોપી ૧૮ વર્ષીય પરમોદ ઉર્ફે ભૂંડીયો પ્રેમકુમાર ચૌહાણ (રહે.ખોડિયારનગર ગાંધીધામ) અને શોકત ઇભ્રાહીમ ઉર્ફે અભરામ ઉર્ફે અબ્રાહમ રાઉમા (રહે.જુના કટારીયા, ભચાઉ)ને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં લાકડીયા પોલીસે બે આરોપીનાં રિમાન્ડ મેળવી તેમની પૂછપરછ કરતા બે આરોપીઓ એ ગાંધીધામ, સામખિયાળી અને અમદાવાદમાં ૩ બાઈક નંબર જીજે/૩૮/એબી/૪૩૭૬, જીજે/૧૨/ઈજી/૧૮૬૧ અને જીજે/૧૧/સીબી/૪૬૬૯ની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે બે આરોપી પાસેથી એક બોલેરો અને ત્રણ બાઈક સહીત કુલ રૂપિયા ૨,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.




