Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી, એટલે કે એમ્બરગ્રીસ સાથે બે શખસની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી, એટલે કે એમ્બરગ્રીસ સાથે બે શખસની ધરપકડ કરી હતી. આ દુર્લભ ‘તરતા સોના’ તરીકે ઓળખતી ઊલટી (એમ્બરગ્રીસ)નો 2.97 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2.97 કરોડ આંકવામાં આવી છે. પોલીસે સરખેજ-સાણંદ હાઇવે પર ગીબપુરા ગામ નજીકથી ભાવનગર અને અમદાવાદના કુલ બે શખ્સની ધરપકડ કરી હતી.

મળતી વિગતો અનુસાર અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે સરખેજ-સાણંદ હાઇવે રોડ પર ગીબપુરા ગામ નજીકથી શંકાસ્પદ શખસોને રોકી તપાસ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે એમ્બરગ્રીસનો જથ્થો ભાવનગરના ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા પાસેથી મેળવને તેનું વેચાણ કરવા માટે ગ્રાહકની શોધખોળ કરી રહ્યા હતા. એસઓજીની ટીમે આ કેસમાં ભાવનગરના રહેવાસી યોગેશભાઈ તુળશીભાઈ મકવાણા (ઉંમર: 30) તેમજ અમદાવાદના રહેવાસી પિન્ટુકુમાર ભરતભાઈ પટેલ (ઉંમર: 37)ની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન બન્ને આરોપીઓ પાસેથી કુલ 2.976 કિલોગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે રૂ.2.97 કરોડ જેટલી આંકવામાં આવે છે. તે ઉપરાંત પોલીસે બે મોબાઇલ ફોન અને રૂ.700 રોકડ પણ કબ્જે કરી હતી, આમ કાર્યવાહી દરમિયાન પ્પોલીસે કુલ રૂ.2,97,62,700ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 ઓગષ્ટના રોજ પોલીસે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એરકાર્ગો રોડ પાસેના એક ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને રાજુ ઉર્ફે રાજેશ પુનમચંદ મારવાડી નામના એક શખસને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતી સ્પર્મ વ્હેલ માછલીની ઊલટીનો બે કિલોના જથ્થા જપ્ત કર્યો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!