સોનગઢનાં સીંગપુર ગામનાં નિશાળ ફળિયામાં બોલાચાલી અને ઝઘડો કરતા બે ઈસમોને વચ્ચે પડી છોડાવા જતાં શખ્સને મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં સીંગપુર ગામનાં નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ વિરજીભાઈ ગામીત અને ઓગારભાઈ ગામીતનાંઓ બંને જણા તારીખ ૧૨/૦૫/૨૦૨૫ નાંરોજ શંકરભાઈ રૂવાજીભાઈ કોટવાળીયા (રહે.સીંગપુર ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)નાં ઘરનાં સામે રમેશભાઈ અને ઓગારભાઈ બંને જણા બોલાચાલી અને ઝઘડો કરતા હતા.
જેથી શંકરભાઈએ બંનેને કહ્યું કે, ‘આપ બંને શું કામ ઝગડો અને બોલાચાલી કરો છો’ તેવું કહ્યું હતું. જેથી રમેશભાઈ અને ઓગારાભાઈ બંનેએ શંકરભાઈને કહ્યું કે તું અમને કહેવાવાળો કોણ? તેવું કહી શંકરભાઈ સાથે છુટા હાથ પગ મારામારી કરી શંકરભાઈનાં છાતી અને પીઠનાં ભાગે મારમારી નાલાયક ગાળો બોલી હતી. તેમજ બીજી વાર અમારી વાતમાં પડશે તો તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી પણ આપી હતી. બનાવ અંગે શંકરભાઈ કોટવાળીયા તારીખ ૧૩/૦૫/૨૦૨૫ નાંરોજ ઉકાઈ પોલીસ મથકે માર મારનાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપી આપનાર રમેશભાઈ અને ઓગારભાઈ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
