જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. સુરક્ષા દળોએ કિશ્તવાડના સિંહપોરા, ચટરૂ વિસ્તારમાં અનેક આતંકવાદીઓને ઘેર્યા હતા. સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત અભિયાન હાલ ચાલુ છે. કિશ્તવાડ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે 20 મેના રોજ પાકિસ્તાન સ્થિત ચાર આતંકવાદી હેન્ડલર્સની સંપત્તિઓ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઉત્તર-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર અને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં થઈ હતી. સોપોરમાં ત્રણ સંપત્તિઓ અને અવંતીપોરામાં એક સંપત્તિ જપ્ત થઈ હતી. સોપોરમાં અર્શિદ અહમદ ટેલી, ફિરદોસ અહમદ ડાર ઉર્ફ ઉમર ડાર અને નજીર અહમદ ડાર ઉર્ફ શબીર ઈલાહી નામના આતંકવાદીની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
