વ્યારામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વીરપુર ગામની સીમમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતી ટ્રકને ઝડપી પાડી હતી જેમાંથી ૧૨ નંગ ભેંસો અને ૧ નંગ પાડા સહિત રૂપિયા ૧૨.૫૦ લાખનાં મુદ્દામાલ સાથે ચાલક અને કલીનરની ધરપકડ કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
જોકે ટ્રકમાં કુલ ૧૨ નંગ ભેંસો અને એક નંગ પાડો વગર પાસ પરમિટે ભરી તેમજ ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી, ઘાસચારા-પાણીની વ્યવસ્થા વગર તેમજ પ્રાથમિક સારવારના સાધનો ન રાખી અને કોઈ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર પશુઓનું વહન થતું હોવાનું બહાર આવતાં રૂપિયા ૨.૨૫ લાખની ટ્રક મળી કુલ રૂપિયા ૧૨,૫૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે અશરફ મિયાં એહમદ મિયાં સૈયદ (રહે.જમ્મુસર ગામ, વાટા વિસ્તાર, રજા મસ્જિદ પાસે, તા.જંબુસર. જિ.ભરૂચ, મૂળ રહે.ચિશ્તીનગર, તરસાડી વોટર ટેંક પાસે, તા.માંગરોળ, જિ.સુરત) અને સદ્દામહુસેન સલીમભાઈ મારવાડી (રહે.હુસોનિયા નગર સોસાયટી, વેજલપુર રેલવે સ્ટેશન પાસે, ભરૂચ)નાંઓની અટકાયત કરી હતી, જ્યારે ભેંસો ભરી આપનાર દિલાવર યુસુફ મુન્શી (રહે.મોટા નાગોરીવાડ, મદીના હોટલ પાસે, ભરૂચ) અને ટ્રક માલિક સરફરાજ મુસા પટેલ (રહે.ભીખા ખડકી આછોદ, ભરૂચ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીને ફરિયાદનાં આધારે ઝડપાયેલ ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પોલીસ ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
