ઉચ્છલનાં ચચરબુંદા ગામની સીમમાંથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બાઈક ચાલકે અજાણ્યા વાહનની પાછળ અથડાવી દેતા અકસ્માત કર્યો હતો જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક યુવક અને બાઈક પાછળ બેસેલ યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં આનંદપુર ગામમાં રહેતો રશીક ગણેશભાઈ ગામીત (ઉ.વ.૧૯)નો પોતાના કબ્જાની કેટીએમ ડ્યુક બાઈક નંબર જીજે/૨૬/એએચ/૯૫૫૭ને લઈ ચચરબુંદા ગામની સીમમાંથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-૫૩ પરથી પસાર થતા હતા. 
તે સમયે બાઈકનો ચાલક યુવક રશીકએ પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કોઈક અજાણ્યા વાહનના પાછળનાં ભાગે અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક રશીકને ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જયારે બાઈક પાછળ બેસેલ નિલેશ રમેશભાઈ ગામીત (ઉ.વ.૨૯., રહે.આનંદપુર ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ)ને પણ માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચાડી સારવાર મોત નિપજ્યું હતું. બનાવ અંગે રમેશભાઈ સુરજીભાઈ ગામીતનાંએ તારીખ ૨૨/૦૫/૨૦૨૫ નાંરોજ ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી. વધુમાં એક જ ગામનાં બંને યુવકોનાં અકસ્માતમાં મોત થવાથી બંને યુવકોનાં પરિવારમાં તથા ગામમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.




