નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસે કબીલપોર ગામ પાસેથી રૂ.૨.૫૦ લાખની કિંમતના ઇંગ્લીશ દારૂ ભરેલ કાર સાથે બે યુવકોને ઝડપી પાડી રૂ.૫.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી એલ.સી.બી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબીશનની કામગીરી માટે પેટ્રોલીંગમાં હતો. 
તે વખતે મળેલી બાતમીના આધારે કબીલપોર ગામ પાસે વોચ ગોઠવી બાતમીના વર્ણન વાળી હોન્ડા સીટી કારને અટકાવી તેમાં તલાશી લેતા ઇંગ્લીશ દારૂની બોટલો ૧,૫૮૬ કિંમત રૂ.૨,૫૦,૪૫૮ મળી આવતા પોલીસે કારમાં સવાર સાહીલ ઉર્ફે બંટી વિજયભાઈ કોળી અને હેમંત ઉર્ફે હિંમત ભુરાભાઈ ચૌહાણને ઝડપી પાડી ઈંગ્લીશ દારૂ અને કાર મળી રૂ.૫.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસે આ ગુન્હામાં સુરતના ડીંડોલીના લક્કી અને દેવાંગ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતાં. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



