નવસારી ટાઉન પોલીસે ચોરીની મોટરસાઈકલ સાથે ઉમરગામના યુવકને ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો. ટાઉન પોલીસ સ્ટેશનનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નોંધાયેલા વાહન ચોરીના ગુનાના આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતો. 
તે વખતે ટાઉન વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં હિરો હોન્ડા મોટરસાઈકલ લઈને પસાર થતાં યુવકને અટકાવી તેની પાસેથી મોટરસાયકલની માલિકી અંગે પુછપરછ કરતા તેણે ટાઉન પોલીસ સ્ટેશનની હદ માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ટાઉન પોલીસે વાહન ચોરીના ગુનામાં આરોપી મિલેષ ઉર્ફે મિલુ રમેશભાઈ પટેલ (રહે.કરમબેલી રેલવે સટેશન, વલવાડાગામ, તા.ઉમરગામ, વલસાડ)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



