વલસાડ રૂરલ પોલીસની ટીમે લીલાપોર ગામે આવેલી એક ચાલમાં ચાલી રહેલા જુગારધામ પર છાપો મારીને ૯ જુગારીઓને રૂ.૬૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસની ટીમને વલસાડ નજીકના લીલાપોર ગામે ભરતભાઈ ભરવાડની ચાલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે જુગારધામ પાર છાપો માર્યો હતો.
દરમિયાન ત્યાં જુગાર રમી રહેલા સુરેશ જવાહીર શિવમંગલ નિસાદ (રહે.સુભાષભાઈની ચાલ, ડુંગરી), સત્યનારાયણ રામજતન સાહની (રહે.૯૨૦, સાંઈ શિવ સોસાયટી કાપરી ફાટક પાસે), સંજય રામાનંદ નિસાદ (રહે.સંજયભાઈની ચાલમાં, મિત્રાનગર નવસારી), અભિમન્યુ રામચરણ નિસાદ (રહે.મુકેશભાઈની ચાલ ડુંગરી), નરસિંહ હીરાલાલ નિસાદ (રહે.બાવરી ફળિયા, ચીખલી રોડ, ખેરગામ), શંકરદયાલ નબુલાલ નિસાદ (રહે.ભરતભાઈ ભરવાડની ચાલ, લીલાપોર), ધીરેન્દ્રકુમાર રામનરેશ ચૌધરી (રહે.પ્રહલાદભાઈની ચાલમાં શેઠિયાનગર, પારડી સાંઢપોર), નેમકુમાર રામજાતન નિસાદ (રહે.ભરતભાઈ ભરવાડની ચાલ, લીલાપોર) અને જ્ઞાનચંદ ફૂલચંદ નિસાદ (રહે.સનેશ્વરનગર સોસાયટી, વિજલપોર, નવસારી) ઝડપાઈ ગયા હતા. આમ, પોલીસે રોકડા રૂ.૬૦,૨૮૦ મળી કુલ રૂ.૬૨,૯૮૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.
