ખ્રિસ્તીઓનાં સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને આજે ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો છે જેથી દર્શનાર્થીઓ તેઓમાં અંતિમ દર્શન કરી શકે. દિવંગત પોપના અંતિમ સંસ્કાર શનિવાર તારીખ ૨૬ એપ્રિલના દિને ગ્રીનીચ પ્રમાણે સવારે ૮.૦૦ વાગે યોજાશે. તેમ વેટિકનનાં સાધનોએ મંગળવારે જણાવ્યું હતું.
આ અંતિમ સંસ્કાર વેટિકન સીટી સ્થિત સેન્ટર પીટર બેસિલિકામાં યોજવામાં આવશે.
તે પછી ‘સામ્સ’ (બાઈબલની આયાતો)નું વિશેષ પઠન થશે. તેવી કાર્ડીનલ કેવિન ફેરેલે જણાવ્યું હતું. નામદાર પોપનાં નિધન પછી ૯ દિવસ નોવેન્ડીયલ તરીકે ઓળખાતો શોક પાળવામાં આવશે. તે પછી નવા પોપની વરણી થશે. તેમાં દુનિયાના કાર્ડીનલ્સ એકત્રિત થશે. ભારતમાંથી કાર્ડીનલ ફિલિપનેરી ફેર્રાઓ કાર્ડીનલ બેસેલિયોસ ક્લિમિસ કાર્ડીનલ એન્થની પૂલા અને કાર્ડીનલ જ્યોર્જ જેકવી કુવાકડ ઉપસ્થિત રહેશે.
