મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ડોલારા ગામનાં ડુંગરી ફળીયામાં પતરાનાં શેડમાં સ્ટેરીંગ લોક કરી પાર્ક કરેલ બાઈક ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ડોલારા ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા વિરલભાઈ જયસિંહભાઈ ગામીતનો મજુરી કામ કરી પોતાનું તથા પરિવાનું ગુજરાન ચલાવે છે. જયારે ગત તારીખ 03/07/2024નાં રોજ રાત્રિના સમયે તેમની બાઈક નંબર GJ/26/J/5145ને તેમના ઘરનાં રહેણાંક ઘરની બાજુમાં આવેલ પતરાના શેડમાં સ્ટેરીંગ લોક કરી બાઈક પાર્ક કરી હતી. જોકે સવારનાં સાડા છ વાગ્યાનાં અરસામાં તેમના પત્ની અંજનાબેને ઘરમાં આવી ઊંઘમાંથી વિરલભાઈને જગાડી કહ્યું કે, જે જગ્યા ઉપર બાઈક પાર્ક કરી હતી ત્યાં બાઈક નથી. જેથી વિરલભાઈએ તેમની બાઈક ગામમાં તથા આજુબાજુનાં ગામમાં બાઈકની તપાસ કરી હતી પરંતુ બાઈક મળી આવી ન હતી. આમ બાઈક જેની કિંમત રૂપિયા 25,000/- હતી તે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ભાગી ગયો હતો. બાઈક ચોરી અંગે વિરલભાઈ ગામીત નાંએ તારીખ 15/07/2024નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




