સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ગામે પોલીસે બાતમીનાં આધારે દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. કાર ચાલક દારૂ ભરેલી કારને લાંબા અંતર સુધી ભગાવી હતી. પરંતુ પકડાઈ જવાના ભયમાં ચાલક કારને બિનવારસી મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસને કારને જપ્ત કરી તેમાંથી ૧.૪૮ લાખનો દારૂ કબ્જે કર્યો હતો. માંગરોળ તાલુકાના વાંકલ ગામે પોલીસ પેટ્રોલિંગમાં હતી.
