તાપી જિલ્લાનાં વ્યારા, વલસાડ સીટી, અને માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહી. ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વ્યારાના પાનવાડી ખાતેના ગોલ્ડન નગર પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તે દરમિયાન સંયુકત બાતમી આધારે ગોલ્ડન નગર, પાનવાડી, વ્યારાના ગેટ પાસેથી વ્યારા પોલીસ ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી કિરણ મણીલાલ ચૌધરી (રહે.બોરખડી ગામ, ભાઠી ફળીયા, તા.વ્યારા., હાલ રહે.ગોલ્ડન નગર, પાનવાડી, વ્યારા)નાને પકડી પાડી પકડાયેલ આરોપી વિરૂધ્ધ અન્ય જીલ્લાઓમાં ખાત્રી તપાસ કરાવતા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહી. તથા સુરત જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહી.નાં ગુન્હામાં આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા હતા.
