ખેડૂતને પોતાની ખેત પેદાશોનાં મૂલ્યવર્ધન થકી વધુ આવક મળી રહે તે હેતુથી ARYA પ્રોજેકટ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા તાજેતરમાં જલાલપોર તાલુકાનાં વેડછા ગામે પાણીચા અથાણાં બનાવવાની તાલીમ યોજાઇ હતી.
આ સાથે ખરી ગયેલ મોરવામાંથી આમચુર પાવડર બનાવવા માટે પણ થીયોરીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં વેડછા ગામની ૩૦થી વધુ બહેનોએ પાણીચા બનાવટની જાળવણી અને તેના વેચાણ અંગે પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતાં. કેન્દ્રના ગૃહવૈજ્ઞાનિક નિતલ પટેલ અને બાગાયત વૈજ્ઞાનિકની ઉપસ્થિત રહી બહેનોનાં પ્રશ્નોનાં નિવારણ માટેની વૈજ્ઞાનિક પધ્ધતિ, સામગ્રીનું પ્રમાણ અને તેનાં વેચાણ વ્યવસ્થા અંગે ગુણવત્તા, પેકીંગ અને આકર્ષક લેબલીંગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
