તાજા સમાચાર
વડાપ્રધાનશ્રીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે | આચાર્ય દેવવ્રતે રાજ્યના નવા લોકાયુક્ત બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા | બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું | વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા | કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર | મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વડાપ્રધાનશ્રીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે | આચાર્ય દેવવ્રતે રાજ્યના નવા લોકાયુક્ત બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા | બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું | વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા | કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર | મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું |

Weather Update : રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હાલમાં ગુજરાતની આસપાસ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, આકરી ગરમી બાદ રાહતના સમાચાર પણ છે. આગામી ત્રણ દિવસ પછી વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે સમુદ્ર સપાટીથી 0.9 કિલોમીટર ઉપર છે, જ્યારે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર 1.5 કિલોમીટરની ઉંચાઈ સુધી વિસ્તરેલું છે.

આમ, અત્યારે એક સાથે 3 મુખ્ય સિનોપ્ટિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. જેના કારણે આગામી તારીખ 14 મે સુધી કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કાળઝાળ ગરમીને લઈને હીટવેવની આગાહી કરવામાં આવી છે. જયારે આજે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વડોદરા, બોટાદ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો માહોલ યથાવત છે, ત્યારે તારીખ 13-14 મે દરમિયાન કચ્છ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટરે જણાવ્યું કે, ત્રીજી સિસ્ટમ ઉત્તર પાકિસ્તાન પર 3.1 કિલોમીટરની ઉંચાઈ પર છે અને હાલમાં પવનો પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે.

તારીખ 12થી 18 મે સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે અને આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ તે પછી તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે. જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં દબાણ વધારે હોવાને કારણે 15થી 20 કિ.મી ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. તેમજ આજે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, ગાંધારા એરપોર્ટ પર 45.4 ડિગ્રી, સુરતમાં 42.2 ડિગ્રી, વિસ્તારમાં 38.2 ડિગ્રી અને કેશોદમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે.