નામદાર મેમ્બર સેક્રેટરીશ્રી, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા ચેરમેન અને પ્રિન્સિ. ડીસ્ટ્રીકટ જજ નર્મદા અને જિલ્લા વહિવટી તંત્રના વડા અને કલેકટર શ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં આગામી તારીખ ૨૬ અને ૨૭ ના રોજ વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ અને લીગલ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. જેના આયોજન-વ્યવસ્થાપન અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે તા. ૧૬ મી એપ્રિલના રોજ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ એસ.આર. બેટરીવાલાએ મેગા કેમ્પ અંગે અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
આ વ્યવસ્થામાં સુચારૂપણે કરવાની રહેશે તે જેતે અમલીકરણ અધિકારીશ્રીએ કરવાની રહેશે તેમ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તા, ૨૭ ના રોજ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ કરવામાં આવશે. અને તેની રેપલીકા બનાવી તૈયાર રાખવાની રહેશે. આ કેમ્પ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કુલ ૧૮ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવનાર છે. તેમાં અધિકારીઓએ જાતે હાજર રહી હિંદી-અંગ્રેજીમાં મહાનુભાવોને યોજના અંગેની સમજ આપવાની રહેશે. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અધિકારી રજા પર ન રહેવા પણ ખાસ સૂચના આપવામાં આવી હતી.
