સુરતનાં માંડવી તાલુકાનાં માકણઝર ગામની સીમમાં હાઈવા રિવર્સ આવતા મહિલાને અડફેટે લીધી હતી. તેથી ઈજા પામેલી મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, માકણઝરની સીમમાં આવેલા ઈંટનાં ભથ્થા પર મજૂરો કામ કરી રહ્યા હતા.
ત્યારે મમતા શૈલેષ ભુરિયા (મૂળ રહે.લીલીયાઆંબા, તા.ધાનપુર, જી.દાહોદ) પોતાના ઝૂપડા પાસે પૌત્રને જમવાનું આપવા નીકળ્યા હતા. ત્યારે ત્યાં ઉભેલા હાઈવાએ અચાનક રિવર્સ લેતાં મમતાબેન અડફેટે આવી ગયા હતા. તેથી ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ. ઘટના અંગે મૃતકના પતિ શૈલેષભાઈએ માંડવી પોલીસને જાણ કરી હતી.
