મહારાષ્ટ્રના કતલખાને લઈ જવાથી ૨૮ ભેસોને સોનગઢ પોલીસે બચાવી લીધી હતી. આ બનાવમાં ભેંસો અને કન્ટેનર મળી કુલ રૂપિયા ૨૨ લાખના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસને બાતમી મળી હતી કે કન્ટેનર નંબર જીજે/૧૫/એવી ૨૭૯૦માં ભેંસો ભરી તેને મહારાષ્ટ્રના કતલખાને લઈ જવામાં આવી રહી છે અને આ કન્ટેનર સોનગઢ ચેકપોસ્ટ થઈને પસાર થનાર છે,જેથી પોલીસે કન્ટેનરને સોનગઢ ચેકપોસ્ટ પાસે અટકાવી તેમાં તપાસ કરતા ખીચોખીચ ક્રુરતા પૂર્વક ટૂંકા દોરડા વડે બાંધેલ ૨૮ ભેંસો મળી આવી હતી,ભેંસોને ખાવા માટે ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર વહન કરાતી હતી.પશુની હેરાફેરીનું પ્રમાણપત્ર ન હોવાથી કન્ટેનર ચાલક અને ક્લીનર આ બંને ઈસમોને પૂછપરછ કરતા તેઓને ભેંસોને મહારાષ્ટ્રના કતલખાને લઈ જવા માટે જણાવ્યું હતું.
આ ભેસોને ઈકબાલ મલિક હાજી અને પ્રભાતભાઈ સોમાભાઈ સલાટ બંને રહે,સમરખા તા.જી.આણંદએ સમરખા ગામે આવેલ તબેલા માંથી ભરી આપી હતી,ભેંસો ભરી આપનાર એ સમયે આ ભેંસોને લઇ મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે આવેલ ધુલિયા-નાસિક રોડ પરની સ્ટાર હોટલ પાસે પહોંચવા જણાવ્યું હતું,ત્યાં નજીકમાં આરીફભાઈ નામના તબેલા વાળો લઈ જશે તેવું નક્કી થયું હતું.સોનગઢ પોલીસે ભેંસો નંગ-૨૮ જેની કિંમત રૂ.૭ લાખ તેમજ રૂપિયા ૧૫ લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ રૂપિયા ૨૨ લાખથી વધુનો મુદામાલ કબજે લઈ ચાલક અવેજખ કરીનખા બલોચ અને તેની સાથેનો ઇસમ આમીનખા બલોચની અટક કરી હતી જયારે ભેંસો ભરી આપનાર અને મંગાવનાર મળી કુલ ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




