તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરના ઘરે પુત્રનો જન્મ થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બૉલીવુડ અભિનેત્રી યામી ગૌતમ અને આદિત્ય ધર લાંબા સમયથી ચર્ચામાં હતા. જે દિવસથી અભિનેત્રીએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે, હવે ચાહકોની રાહનો અંત આવ્યો છે અને યામીગૌતમે પુત્રને જન્મ આપ્યો છે. આદિત્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ખુશીના સમાચાર આપ્યા હતા, જેના પછી ચાહકો એમને અભિનંદન પાઠવતા જોવા મળી રહ્યા છે. આદિત્ય દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, યામીએ અક્ષય તૃતીયાના દિવસે પુત્રને જન્મ આપ્યો હતો.

આદિત્યએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી અને તેમાં તેણે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું. એમને ભારતીય પૌરાણિક કથાઓથી પ્રેરિત માતા અને પુત્રની તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એક નાનો રાજકુમાર અમારા ઘરે આવ્યો છે. વેદવિદ’ જણાવી દઈએ કે, હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ નામનો અર્થ છે, ‘વેદોમાં પારંગત વ્યક્તિ’, તેમના ઘરે પુત્ર વેદવિદના જન્મના સમાચાર શેર કર્યા બાદ ચાહકો અને સ્ટાર્સદ્વારા યામી અને આદિત્યને સોશિયલ મીડિયા થકી અભિનંદન આપી રહ્યા છે. કેટલાક તેમને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે, તો ઘણા તેમના પુત્રના નામ વેદવિદના વખાણ કરી રહ્યા છે.