તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

નંદુરબારનો એક યુવક દારૂનાં મુદ્દામાલ સાથે ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં નવા RTO ચેક પોસ્ટ ખાતેથી એક શંકાશીલ યુવકને દારૂનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતીજયારે સુરત જિલ્લાનાં ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબસોનગઢ પોલીસ સ્ટેશનનાં માણસો રવિવારનાં રોજ સાંજે અલગ અલગ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કેસોનગઢ RTO ચેક પોસ્ટ ખાતે બ્લેક ટી-શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ એક ઈસમ પોતાના પાસે એક સફેદ કલરનો કાપડનો થેલો તથ એક પીળા કલરનો પ્લાસ્ટિકનો કોથળો પોતાના પાસે ઉભો રાખીને ઉભેલ હતો અને જે થોડી થોડી વારે પોતાની પાસે રહેલ થેલો તથા કોથળો લોકોની નજરથી છુપાવવા પ્રયત્નો કરે છે અને જેની હરકતો શંકાશીલ લાગતાં પોલીસને મળેલ બાતમીના આધારે બાતમવાળી જગ્યા ઉપર પહોંચતા ઈસમને કોર્ડન કરી તેનું નામ પૂછતા રિતેશભાઈ ગુલાબચંદ મંદાના  (ઉ.વ.24., રહે.નંદુરબારસિંધી કોલોનીતા-જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પોલીસે યુવક પાસેના કોથળામાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 31 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 37,820/- અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 47,820/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જોકે મુદ્દામાલ વિષે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કેઆ મુદ્દામાલ પ્રેમાભાઈ રામચંદ્ર મોટવાણી અને જયભાઈ ગગનદાસ રાજપાલ (બંને રહે.નંદુરબારસિંધી કોલોની)નાંએ આપેલ હતો અને આ મુદ્દામાલ સુરત ખાતેના ફતેશ શંકરલાલ લોહાર (રહે.રાંદેરસુરત) અને પિયુષભાઈ (રહે.જહાંગીરપુરા)નાઓને આપેલ હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ યુવક રિતેશ મંદાના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતીજયારે આ કામે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતી.