Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : મોબાઈલ બાબતે થયેલ ઝઘડામાં સાળાએ મિત્ર સાથે મળી બનેવીની હત્યા કરી, નિઝર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કુકરમુંડાનાં ડોડવા ગામે ડોડવેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ ઝાડ નીચે મહારાષ્ટ્રનાં ત્રણ શખ્સો  વચ્ચે થયેલ ઝઘડામાં બનેવીને મારમારી સાળા તથા તેના મિત્રએ મોતની ઘાટ ઉતારી લીધાની ઘટના નિઝર પોલીસ મથકે નોંધાઈ હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તારીખ 24/04/2024નાં રોજ કુકરમુંડા તાલુકાનાં ડોડવા ગામે મહાદેવ મંદિરની પાછળનાં ભાગે આવેલ એક ઝાડ નીચે મહારાષ્ટ્રનાં હેમંતભાઈ અમરસિંગભાઈ પાડવી (રહે.સોરાપાડ, તા.તળોદા, જિ.નંદુરબાર), અશ્વિનભાઈ ચંપાલાલ પાડવી (રહે.માંડવીઆંબા, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર) અને રવિકુમાર દિલીપભાઈ પાડવી (રહે.નલગવાણ, તા.તળોદા, જિ.નંદુરબાર)નાઓ બેઠા હતા તેમજ હેમંતભાઈ અને અશ્વિનભાઈ બંને સાળા બનેવી થતા હોય હેમંત પાડવી પાસે અશ્વિન પાડવીએ મોબાઇલ ફોનની માંગણી કરી હતી જેથી તેણે કહ્યું કે મે ફોન વેચી દીધો છે.

આથી ગુસ્સામાં અશ્વિને કહ્યું કે, ‘મારી બહેનનો ફોન કેમ વેચી દીધો છે’ તેવું કહેતા હેમંતે કહ્યું કે ફોન મારી ઘરવાળીનો છે હું જે કરું તે તારે શું છે કહી સાળા અશ્વિનનાં શર્ટનો કોલર પકડી દીધો હતો આમ સાળા-બનેવી વચ્ચે ઝઘડામાં વચ્ચે છોડાવવા રવિકુમાર ગયો હતો જેને હિંમતભાઈએ ઝાપટ મારી દેતા રવિકુમાર પણ જેને બે-ત્રણ ઝાપટ મારી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા અશ્વિનભાઈએ હેમંતભાઈને મારમારી ઈજા પહોંચાડી હતી અને આ મારામારીમાં હેમંતભાઈનું મોત થયું હતું જેથી અશ્વિનભાઈ અને રવિકુમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.