ભારતીય મૂળનાં આફ્રિકન મહિલા નવનીતમ પીલ્લેને શાંતિનો નોબેલ મળ્યો છે. નાવી પીલ્લેના નામથી વિખ્યાત આ કાયદાવિદની આંતરરાષ્ટ્રીય કાયદા ઘડવામાં બહુ મહત્ત્વની ભૂમિકા રહી છે. તેઓ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ન્યાયધીશ રહી ચૂક્યા છે. ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં માનવ અધિકાર પંચના વડા પણ હતા. નોબેલ કમિટીએ નોંધ કરી હતી કે, આ યુદ્ધના સમયમાં શાંતિ સ્થાપવાનું કામ કપરું છે અને એ કામ નાવી પીલ્લેએ કરી બતાવ્યું છે.
નાવીના દાદા તમિલનાડુમાંથી આફ્રિકા ગયા હતા નાવી પીલ્લેનો જન્મ ભારતીય મૂળના પરિવારમાં આફ્રિકાના ડર્બનમાં થયો હતો.
તેમના દાદા તમિલનાડુમાંથી આફ્રિકા મજૂરી કરવા ગયા હતા અને તેમના પિતા આફ્રિકામાં બસ ડ્રાઈવર હતા. ડર્બનમાં અભાવોમાં તેમનું બાળપણ વીત્યું હતું. પરિવારને આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો હતો એવી સ્થિતિમાં તેમણે સ્ટડી કર્યું હતું. સાધારણ પરિવારમાં જન્મેલાં નાવી ભણવામાં ખૂબ જ અસાધારણ હતાં. તેમણે ૧૯૮૧માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. નેલ્સન મંડેલાના રંગભેદ સામેના આંદોલનમાં સહયોગ નેલ્સન મંડેલા અને તેમના સાથીઓ જ્યારે રંગભેદ સામે આંદોલન કરતા હતા. ત્યારે તેમણે લડત લડીને જેલમાં બંધ કેદીઓને વકીલની મદદ અપાવી હતી. તેઓ નેલ્સન મંડેલાના વકીલ પણ રહ્યા હતા.
પછી જ્યારે નેલ્સન મંડેલા આફ્રિકાના પ્રમુખ બન્યા ત્યારે તેમની હાઈકોર્ટના ન્યાયધીશ તરીકે નિયુક્તિ થઈ હતી. આફ્રિકામાં હાઈકોર્ટના જજ બનનારા તેઓ પહેલા મહિલા હતા. એ પહેલાં તેમણે વર્ષો સુધી વકીલાત કરી હતી.
યુએનમાં હ્મુમન રાઈટ્સ કમિશનના વડા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં નાવી હ્યુમન રાઈટ્સ કમિશનર એટલે કે, માનવાધિકાર પંચના વડા બન્યા હતા. તે વખતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોના રક્ષણ માટે પૉલિસી બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો. તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના ન્યાયધીશ હતા અને જુદી જુદી સમિતિમાં સભ્યથી લઈને કમિટીના વડા પણ રહી ચૂક્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ લોને શેપ આપવામાં તેમની મહત્ત્વની ભૂમિકા ગણાય છે. છેલ્લે તેમણે ગાઝામાં થયેલા નરસંહારની યુએન વતી તપાસ કરી હતી અને તેનો નિષ્પક્ષ રિપોર્ટ આપ્યો હતો. ૮૫ વર્ષના નાવી હજુય એટલા જ એક્ટિવ છે. ઈન્ટરેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના એડહોક ન્યાયધીશ તરીકે સેવા આપી રહ્યા છે. મ્યાંમાર જેવા કેટલાય દેશોમાં થયેલા હિંસાની તપાસ તેમણે યુએન માટે કરી છે. શાંતિના નોબેલ સાથે ૧૧.૫ કરોડ રૂપિયાની ધનરાશિ
નાવી પીલ્લેને ૧૦-ડિસેમ્બરે ઓસ્લોમાં શાંતિનો નોબેલ એનાયત થશે.
ગોલ્ડ મેડલ ઉપરાંત તેમને લગભગ ૧૧.૫ કરોડ રૂપિયાની ધનરાશિ પણ મળશે. નોબેલ મળ્યો તે સંદર્ભમાં તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હજુ તેમને વિશ્વાસ થઈ રહ્યો નથી. વકીલ અને ન્યાયધીશ હોવાના નાતે હું હજુય આ એવોર્ડ મને જ મળ્યો છે કે નહીં તેની તપાસ કરી રહી છું. તેમણે ટ્રમ્પ સાથે નોબેલ શેર કરવાના સંદર્ભમાં હળવી મજાક કરતા કહ્યું હતું કે તમે લોકો મારા માટે વધારે તાળીઓ પાડશો તો કદાચ હું ટ્રમ્પ સાથે નોબેલ શેર કરીશ.(સૌજન્ય)




