તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વડોદરામાં ભાજપના નવા ઉમેદવાર માટે મોનિકા યાજ્ઞિક, ભાર્ગવ ભટ્ટ અને ગાર્ગી દવેની ચર્ચા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વડોદરા ભાજપના આંતરિક વિખવાદમાં જાહેર થયેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેચતા અન્ય ઉમેદવાર કોણ હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. છેલ્લા એક મહિનાથી વડોદરા ભાજપનું રાજકારણ અનેકવિધ રીતે ચર્ચામાં રહ્યું છે. ત્યારે વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોના સંભવિત નામની ચર્ચા ફરી એકવાર તેજ થઈ છે.અત્રે જણાવીએ કે, જે ચર્ચા મુજબ વડોદરા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી ગાર્ગી દવેની પસંદગી થઈ શકે છે.

વડોદરા શહેર ભાજપ ઉપાધ્યક્ષ અને RSS બેક ગ્રાઉન્ડ ધરાવતા મોનિકા યાજ્ઞિકને પણ ટિકિટ મળી શકે છે. જ્યારે પુરૂષ ઉમેદવારને ટિકિટ અપાય તો પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ મજબૂત દાવેદાર ગણી શકાય તેમ છે. વડોદરા બેઠક ઉપર ભાજપને બ્રહ્મ સમાજને ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ છે. રંજનબેન ભટ્ટે અનિચ્છા દર્શાવ્યા બાદ ભાજપના સંભવિતોના નામ ઉભર્યા છે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે આ વખતે સતત ત્રીજી વાર લોકસભાની ટિકિટ આપી હતી. જોકે રંજનબેન ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ભારે વિવાદ થયો છે. જે બાદમાં હવે આજે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, મારા લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, PM મોદીએ મને 10 વર્ષ લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. આ સાથે હાલમાં ચાલતા વિવાદોને લઈ તેમણે કહ્યું કે, મારા વિશે જે ચલાવવામાં આવ્યું તે ખોટું છે. તેમણે કહ્યું કે, વિવાદ ચાલું રહે તેના કરતા ચૂંટણી ન લડવી સારી.