વડોદરાનાં મકરપુરા GIDC પ્લોટ નંબર ૩૪૬ સ્થિત ‘ટ્રાન્સપાવર ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના સ્ટોર મેનેજર જયકુમાર સતીષચંદ્ર ત્રીવેદીએ સ્ટોરમાં માલસામાનની ઘટ જણાઈ આવતા સ્ટોર મેનેજરે કંપનીના માલિક હેમંતભાઈ પટેલને જાણ કરી હતી.
ત્યારબાદ કંપનીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા તારીખ 15-10-26 નાંરોજ કંપનીમાં નોકરી કરતો કર્મચારી વિજયભાઈ જસુભાઈ પટેલ (રહે.લીમબડી ફળિયું, અટલાદરા) સ્ટોરમાંથી માલ ચોરી કરતા ઝડપાયો હતો. તપાસ દરમિયાન સામે જાણવા મળ્યું કે, આરોપી વિજય પટેલે ટુકડે-ટુકડે 105 નંગ સ્પેન્ડલ લીંક જેની કિંમત રૂપિયા 1,15,500/-, 25 નંગ નાની કોયલ જેની કિંમત રૂપિયા 50,000 અને 35 નંગ મોટી કોયલ જેની કિંમત રૂપિયા 2,62,500/- મળી કુલ રૂપિયા 4,28,000/-નો મુદ્દામાલ ચોરી લીધો હતો.(સૌજન્ય)




