તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

હાલ ગરમીનાં કારણે સુરત મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે આદેશ અપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હાલ ચાલી રહેલ ભયંકર ગરમીમાં સુરત મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે આદેશ અપાયો છે. ક્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્ર પર શ્રમજીવીઓને છાશનું વિતરણ કરવા માટે સુચના આપવામાં આવી છે. શહેરમાં જે બાંધકામ સાઇડ ચાલી રહી છે તે સાઇટ પર શ્રમજીવીઓને મુશ્કેલી ન પડે તે માટે બપોરે ચાર કલાક સુધી કામ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ બાંધકામ સાઈટ પર સમજીવીઓને છાશનું વિતરણ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

આ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો માટે બપોરના કામકાજના કલાકોમાં ફેરફાર કરવા તથા કામદારોનું યોગ્ય હાઇડ્રેશન જળવાઈ તે માટેની કામગીરી કરવા જણાવ્યું છે. સુરત શહેરની પાલિકાની હોસ્પિટલોને હિટ રિલેટેડ ઈનનેશનના કેસમાં સારવાર અંગે પૂરી તૈયારી રાખવા માટે જણાવ્યું છે. ગરમીથી બચવા લોકોમાં જાગૃતિ આવે તે માટે બીઆરટીએસ અને સીટી બસમાં એલર્ટની જાહેરાત કરવા સાથે બસના ડ્રાઇવર અને કંડકટરને પણ હિટ એલર્ટ અંગેનો મેસેજ આપવા સૂચના આપવામાં આવી છે. આ એલર્ટ બાદ સુરત મહાનગરપાલિકાએ સતત બેઠકનો દોર શરૂ કરીને ગરમીમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટેની કામગીરી કરવા કવાયત શરૂ કરે છે.