Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં ભીષણ માર્ગ અકસ્માતમાં ૧૫ લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં શીતલા માતાનાં મંદિરનાં મેળા દરમિયાન થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં ૧૫ લોકોનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ, અનાજ ભરેલુ ટ્રક ગુગલ મેપ્સ દ્વારા સૂચવવામાં આવેલ શોર્ટકર્ટ માર્ગે મંદિરની તરફ પહોંચ્યું હતું. અનાજ ભરેલા ટ્રકની બ્રેક ફેઇલ થઇ જવાનાં કારણે વાહન શ્રદ્ધાળુઓની ભીડંમાં ઘૂસી ગયું હતું. જેનાં કારણે ૧૫ લોકોનાં મોત થયા છે અને ઓછામાં ઓછા ૨૬ લોકો ઘાયલ થયા છે. ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે તેણે ગૂગલ મેપ પર લોકેશન શોધીને શોર્ટ કટ રસ્તાની પસંદગી કરી હતી.

આ દરમિયાન મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન આ ઘટના અંગે કડક વલણ અપનાવ્યું છે. કેસમાં બેદરકારી સામે આવ્યા પછી સંબધિત વિસ્તારનાં સીએસપી હટાવવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્રણ સ્ટેશન હાઉસ ઓફિસર સહિત આઠ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ મધ્યપ્રદેશનાં મૃતકોનાં પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન મધ્યપ્રદેશમાં બનેલી ઘટનાનાં મૃતકોનાં પરિવારજનોને ચાર લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયા અને સામાન્ય ઇજા પામેલા લોકોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.(સૌજન્ય)