Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરામાં મહિલા સાથે રૂપિયા 1.80 લાખની છેતરપિંડી, પોલીસે ગુન્હો નોંધ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાનાં સયાજીપુરામાં ખોડીયારનગર રોડ ખાતે પંચમ બ્લોસમમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા વિહારીકાબેન નિરવભાઈ પટેલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું બ્યુટી પાર્લર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું. મારા લગ્ન વર્ષ 2017માં લંડન ખાતે રહેતા નીરવ પટેલ સાથે થયા હતા. લગ્ન પછી તેઓ લંડન જતા રહ્યા હતા અને મને પણ લંડન લઈ જવાની ખાતરી આપી હતી, પરંતુ તેઓ મને લઈ ગયા ન હતા. આથી મેં લંડન જવા માટે વિઝા એજન્સીની તપાસ શરૂ કરી હતી. વર્ષ 2022માં મારી માતાના ઘરે ભાડેથી રહેવા આવેલ લોકોના પરિચયમાં રહેલ અલ્પેશભાઈ સુરેશભાઈ પટેલ (રહે.પટેલ પાર્ક સોસાયટી, જુના આર.ટી.ઓ. રોડ,વડોદરા) સાથે મારો સંપર્ક થયો હતો. અલ્પેશભાઈએ પોતાને વિઝા એજન્ટ બતાવી અગાઉ ઘણા લોકોને વિદેશ મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો.

મેં તેમને લંડન જવા અંગે વાત કરતા તેમણે રૂપિયા 5,00,000/-માં છ મહિનાની અંદર વિઝા અને તમામ કાગળો તૈયાર કરાવી આપવાની ખાતરી આપી હતી. તેમના પર વિશ્વાસ રાખીને મેં તેમને વિઝાની કામગીરી સોંપી હતી. મેં કુલ રૂપિયા 1,80,000 ચૂકવ્યા હતા, સાથે મારો અસલ પાસપોર્ટ પણ સોંપ્યો હતો. ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં તેમણે વિઝા અંગે કોઈ કામગીરી કરી ન હતી. સમય જતાં મેં મારાં નાણાં અને પાસપોર્ટ પરત માંગતા તેમણે તારીખ 6 ઓક્ટોબર 2025 નારોજ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો રૂપિયા 1,80,000/-નો ચેક આપ્યો હતો. બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બેંક જ બંધ થઈ ગઈ છે ત્યારબાદ જાન્યુઆરી માસમાં તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો બીજો ચેક આપ્યો, પરંતુ તેમાં સહી ખોટી હોવાનું બેંકે જણાવ્યું હતું. પાસપોર્ટ તો તેમણે પરત કરી દીધો હતો પણ મારા નાણાં પરત આપ્યા ન હતા.(સૌજન્ય)