તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

પૂણેના ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ગેસ લીકની ઘટના સર્જાતા લોકોને સ્વાસ લેવામાં તકલીફ થતા 17 લોકોને હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહારાષ્ટ્રના પૂણેમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં મોટી દુર્ઘટના ટળી હતી. ફેક્ટરીની અંદર અચાનક જ ખતરનાક એમોનિયા ગેસ લીક ​​થયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેના કારણે ફેક્ટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તમામ સુરક્ષિત છે. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.

પૂણે જિલ્લાના યવત વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં ખતરનાક એમોનિયા ગેસ લીક ​​થયા બાદ 17 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે સવારે રેડી ટુ ઇટ ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં બની હતી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાંથી એક મહિલાને હાલમાં સંભાળ અને દેખરેખ માટે ICUમાં રાખવામાં આવી છે. યવત પોલીસના વરિષ્ઠ નિરીક્ષક, નારાયણ દેશમુખે જણાવ્યું હતું કે, ગેસ લીકની ઘટનાથી 17 લોકો પ્રભાવિત થયા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, ‘તેમની હાલત સ્થિર અને ખતરાની બહાર છે. જોકે સાવચેતીના ભાગરૂપે, તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. લીકેજ સાઇટની નજીક હાજર મહિલાને સારી સંભાળ અને દેખરેખ માટે ICUમાં દાખલ કરવામાં આવી છે.’