તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં નાઈટક્લબની છત ધરાશાયી થતાં 184નાં મોત નિપજયાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં 184નાં મૃત્યુ થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મંગળવાર રાત્રિ દરમિયાન સાન્ટો ડોમિંગોના જેટ સેટ નાઇટક્લબ ગાયકો, સંગીત ચાહકો, રમતવીરો અને સરકારી અધિકારીઓથી ભરેલું હતું. મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ત્યારે નાઈટક્લબની છત પરથી સિમેન્ટ પડવાનું શરૂ થયું અને થોડીવારમાં જ આખી છત તૂટી પડી હતી. અહેવાલો અનુસાર, છત તૂટી પડતાં ડાન્સ ફ્લોર પર નાચતા ઓછામાં ઓછા 184 લોકો માર્યા ગયા હતા.

જ્યારે ડઝનબંધ લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઇમરજન્સી ઓપરેશન્સ ડિરેક્ટર મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું હતું કે, ‘બચાવ ટીમ કાટમાળમાંથી એવા લોકોની શોધ કરી રહી છે જે હજુ પણ જીવિત હોઈ શકે છે. અમે કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ફક્ત 54 લોકોની ઓળખ થઈ છે.’ નાઈટક્લબની છત ધરાશાયી કારણ હાલમાં સ્પષ્ટ નથી. જેટ સેટ નાઈટક્લબ બિલ્ડિંગનું છેલ્લે ક્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તે અંગે પણ કોઈ માહિતી નથી. ડોમિનિકન રિપબ્લિકના પ્રમખ લુઈસ અબિનાડેરે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.