સશસ્ત્ર ટોળકીએ આ સપ્તાહના અંતમાં નાઇજિરીયાના ઉત્તર-પશ્ચિમમાં બે ગામો પર હુમલો કર્યો અને ઓછામાં ઓછા 100 લોકોને તેમના ઘરોમાંથી અપહરણ કર્યા. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. પ્રાંતીય એસેમ્બલીમાં કાજુરુનું પ્રતિનિધિત્વ કરતા ઉસ્માન ડલામી સ્ટિંગોએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારે કડુના રાજ્યના કાજુરુ કાઉન્સિલ વિસ્તારમાં રહેતા સમુદાયો પર સશસ્ત્ર લુખ્ખાઓએ હુમલો કર્યો હતો.
લગભગ બે અઠવાડિયા પહેલા, કડુનામાંથી લગભગ 300 શાળાના બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. નાઈજીરીયાના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં સામૂહિક હત્યા અને અપહરણ કરનારા લૂંટારાઓના જૂથોને આ ઘટના પાછળ જવાબદાર ગણવામાં આવે છે. મોટા ભાગના લૂંટારાઓ ભૂતકાળમાં સ્થાનિક સમુદાયો સાથેના સંઘર્ષમાં સંડોવાયેલા છે. દૂરના ગામડાઓમાં સુરક્ષા દળોની ગેરહાજરી અંગે ચિંતા વ્યક્ત કરતા સ્ટિંગોએ કહ્યું કે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા જેવી કોઈ વસ્તુ નથી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ધરપકડ નજીવી છે.
થોડા દિવસો પહેલા નાઈજીરિયામાં કેટલાક બંદૂકધારીઓએ એક સ્કૂલમાં ઘૂસીને વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. આ દરમિયાન બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને 200થી વધુ વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. આ ઘટના નાઈજીરિયાના કુરિગાની એક સ્થાનિક શાળામાં બની હતી. આ ઘટના કુરિગાની એક સ્થાનિક શાળામાં સવારની પ્રાર્થના પછી બની હતી. 2021 પછી શાળાના બાળકોને નિશાન બનાવવાની આ સૌથી મોટી ઘટના હોવાનું કહેવાય છે. અપહરણ કરાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોનું કહેવું છે કે બંદૂકધારીઓએ શાળામાં પ્રવેશતાની સાથે જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી કેટલાક વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.




