મુંબઈ સેન્ટ્રલ રિજન સાયબર પોલીસે સાયબર ઠગાઈ માટે અલગ-અલગ કંપનીઓના નામે બેંક ખાતાં (મ્યુલ એકાઉન્ટ્સ) ખોલાવતી ટોળકીના સાત સભ્યોની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર સલમાન હબીબ પઠાણ બોરીવલીની બેંકમાં રૂપિયા ઉપાડવા પહોંચ્યો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 10 લાખની રોકડ, 16 મોબાઇલ ફોન, 31 કંપનીઓના રબર સ્ટેમ્પ, 22 બેંક ચેકબુક, કરન્સી કાઉન્ટિંગ મશીન તેમજ બેંક ખાતાં ખોલાવવા માટેના દસ્તાવેજો જપ્ત કર્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીએ 27 અલગ-અલગ કંપનીઓ બનાવી તેમના નામે વિવિધ બેંકોમાં ખાતાં ખોલાવ્યાં હતાં, જેનો ઉપયોગ સાયબર ગુનાઓમાં થતો હતો. પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી અન્ય આરોપીઓને પણ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.




