નવી દિલ્હી: BRICS સમિટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓને સંબોધતા સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણુંને BRICS સહકારના મુખ્ય ચાર સ્તંભ ગણાવ્યા. તેમણે કહ્યું કે BRICS વિવિધ મહાદ્વીપો, સંસ્કૃતિઓ અને વિકાસયાત્રાઓને જોડવાનું કામ કરી રહ્યું છે.
PM મોદીએ મહામારી, આબોહવા પરિવર્તન અને સપ્લાય ચેઇનના વિક્ષેપો જેવા વૈશ્વિક પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોઈપણ સંકટ હવે એક વિસ્તાર પૂરતું મર્યાદિત રહેતું નથી. ટેક્નોલોજી અને મહત્વપૂર્ણ ખનિજોના ‘વેપનાઇઝેશન’ સામે સમાવેશી ટેક્નોલોજી વિકાસ પર ભાર મૂક્યો.તેમણે BRICS Connect દ્વારા કૌશલ્ય વિકાસ, રોજગાર, મહિલા કાર્યબળ, સામાજિક સુરક્ષા અને ક્ષમતાનિર્માણને પ્રોત્સાહન આપવાની વાત કરી. સાથે જ MSME સહકારને મજબૂત કરવા માટેના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે BRICSના ઉકેલોનો લાભ સમગ્ર ગ્લોબલ સાઉથ સુધી પહોંચવો જોઈએ.




