ગાંધીનગર જિલ્લા પ્રિ-મોન્સુન ૨૦૨૪ની બેઠક જિલ્લા કલેકટર શ્રી મેહુલદવેના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. બેઠકમાં આગામી ચોમાસુ- ૨૦૨૪ દરમ્યાન વઘુ વરસાદ પડે તો શું તકેદારી રાખવી તેના પર સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ તમામ તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાનાપ્રિ- મોન્સુનપ્લાનની વિગતવાર માહિતી મેળવી હતી. બેઠકમાંકલેકટર શ્રી મેહુલદવેએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ- વાવાઝોડા સમયે જાનમાલનેનુકશાન ન થાય તે માટે નીચાણવાળા વિસ્તારની યાદી, સ્થળાંતર માટેના સ્થળોની યાદી અને તરવૈયાની યાદ ખાસ તૈયાર રાખવી. દરેક ગામના સરપંચ, તલાટી કે સ્વૈચ્છિક સંસ્થાની સંપર્ક નંબરની યાદી પણ તૈયાર કરવાની સંબંઘિત અધિકારીઓને જણાવ્યું હતું.
અતિભારે વરસાદ, પુરના સંજોગોમાં ફસાઇ ગયેલા લોકોને બચાવવાએન.ડી.આર.એફ. કે ભારતીય સેના બોલાવવાની આવશ્યકતા જણાયે તો તેવી એન્જસીઓને મદદરૂપ થવા ઉપયોગી સંશાઘનો કર્મચારીઓની યાદી તૈયાર કરવી. તેમજ તાલુકા, ગામવાર રસ્તા, નદીઓ, તળાવો, રેલ્વેલાઇનવિગેરે મહત્વના સ્થાનો દર્શાવતા નકશા તથા ભૌગાલિક પરિસ્થિતિ અને રસ્તાના સામાન્ય જાણકાર એવા અનુભવી કર્મચારીઓની પણ યાદી ખાસ રાખવી. તેની સાથે બચાવ- રાહત કાર્ય માટે વપરાતાડમ્પર, ડીવોટરીંગ પંપ સેટ, બુલડોઝર, જનરેટર, હોડીઓ, લાઇફબોયા, લાઇફ જેકેટ વગેરેની ચકાસણી કરી લેવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેની સાથે અતિભારેવરસાદના સમયે માનવ મૃત્યૃ, પશુ મૃત્યૃના કિસ્સામાં નિયમોનુસાર સહાય ચુકવવાની કાર્યવાહી કરવી.
કેશ ડોલ્સ ચુકવણી- ઘરવખરી સહાય ચુકવણી, ફુડપેકેટ વિતરણ કરવાના સંજોગો ઉભા થાય તેની પહોંચી વળવા તાલુકા કક્ષાએ એન.જી.ઓ.ની એક યાદી રાખવા પણ જણાવ્યું હતું. વઘુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આવતા કાંસની યોગ્ય સફાઇ કરવા અને માર્ગો પરના જોખમી વૃક્ષો, મકાન- ઇમારત વગેરેની મુલાકાત લઇને દૂર કરવા અને દૂર કરી શકાય તેમ ન હોય તો યોગ્ય સાઇન બોર્ડ કે બેરીકેટીંગ કરવા. ચોમાસાને અનુલક્ષીને શહેરનાનીચાણવાળાવિસ્તારો, નદી-નાળા, વોકળા અને પાણીનો યોગ્ય નિકાલ કરતી લાઇનોની સ્વચ્છતા કરવા પણ જણાવ્યું હતું. વાવાઝોડું કે વરસાદના કારણે જિલ્લામાં પડી ગયેલા વૃક્ષો ખસેડવા, ઇલેક્ટ્રીકથાંભલા, ટેલીફોન થાંભલા પડી ગયા હોય તો તત્વરિત કાર્યવાહી કરવાનું સુચારું આયોજન કરવા પણ સંબંઘિત અધિકારીઓને સૂચના આપી હતી.
કલેકટરશ્રીએ ચોમાસાનીસિઝીનમાં લોકોને સરળતાથી અને ઝડપી આરોગ્ય સારંવાર મળી રહે, પાણી જન્ય રોગચાળો ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. તેમજ સી.એચ.સી. અને પી.એચ.સી. હસ્તક રહેલી એમ્બ્યુલન્સ યોગ્ય છે કે નહિ, તેની ચકાસણી કરવા પણ ભારપુર્વક જણાવ્યું હતું. તેની સાથે પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે વેક્સીનેશનની કામગીરી કરવા અને મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે જોવા માટે પણ સંબંઘિતઅધિકારીને ખાસ સૂચના આપી હતી.
વાવાઝોડાપુરની પરિસ્થિતિમાં જિલ્લામાં અનાજ, કેરોસીન, ખાધ તેલ સહિત આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સરળતાથી ઉપલબ્ઘ થઇ શકે તેવી વ્યવસ્થા કરવા પણ સંબંઘિતઅધિકારીને સૂચના આપી હતી. જિલ્લામાં ફુડ, કેરોસીન, પ્રેટ્રોલ, ડીઝલ જળવાય રહે તેની ખાસ તકેદારી રાખવી અને તમામ વ્યાજબી ભાવના દુકાનદારોની સંપર્ક નંબરની યાદી તૈયાર રાખવા પણ જણાવ્યું હતું. કલેકટરશ્રીએ ગાંધીનગર જિલ્લામાં જર્જરિત વિજપોલનો સર્વે કરી ચોમાસુ શરૂ થાય તે પહેલા જરૂર જણાય તેવા તમામ વીજપોલબદલવા પણ જણાવ્યું હતું.
વીજ સેવા કોઇ જગ્યાએ ખોરવાય તો ત્વરિત ચાલું થઇ શકે તેની ખાસ તકેદારી રાખવા માટે પણ સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. તેમના આયોજનની માહિતી મેળવી હતી. શાળાના મકાનની સલામતીની ચકાસણી કરવા પણ જણાવ્યું હતું. તેની સાથે જિલ્લાના તમામ એસ.ટી. રૂટનાડ્રાઇવરો તેમના રૂટમાં આવતા પુલ- નદી- નાળા કે પાણીના વોંકળામાં ભારે વરસાદની પરિસ્થિતિમાં પાણીનો પ્રવાહ વહેતો હોઇ ત્યારે બસો આ રૂટ પર ન લઇ જવા ડ્રાઇવરને ખાસ સૂચના આપવા જણાવ્યું હતું. તાકીદની પરિસ્થિતિમાં એસ.ટી. બસો જરૂરી માનવબળ સાથે ઉપલબ્ઘ થાય તે રીતે તૈયારી રાખવા પણ સંબંઘિતઅધિકારીને જણાવ્યું હતું.




