Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નવસારી જિલ્લામાં ACBની કાર્યવાહી : ૪૦ હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી વચેટિયા સાથે રંગેહાથ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સરકારી ખુરશી પર બેસીને જનતાને લૂંટતા ભ્રષ્ટ બાબુઓ સામે ACB એ લાલ આંખ કરી છે. નવસારી જીલ્લાના ચિખલી તાલુકાની તલાવ ચોરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ (ઉ.વ.૪૧) અને તેમના થઈને વચેટિયા બનેલા ગોકુળભાઇ બુધાભાઇ પટેલ (ઉ.વ.૫૭) ને ACB ની ટીમે રૂ. ૪૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકે પોતાની માલિકીની જમીનમાંથી માટી કઢાવી અન્ય જગ્યાએ લઈ જવા માટે ગ્રામ પંચાયતમાં વિધિવત અરજી કરી હતી. કાયદેસરની અરજી હોવા છતાં, મલાઈ ખાવાની ટેવવાળા તલાટી કમ મંત્રી કમલેશ દેસાઈએ એન.ઓ.સી. (NOC), નકશો અને પેઢીનામું કરી આપવાના અવેજ પેટે જંગી રૂ. ૪૦,૦૦૦ ની લાંચ માંગી હતી.જાગૃત અરજદાર ભ્રષ્ટાચારીઓ સામે નમવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ACB એ પીંજરું તૈયાર કર્યું અને આજે જ એટલે કે ૧૮ જૂન ૨૦૨૬ ના રોજ ચિખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરની દુકાન નં. ૧૨ (શિવ ક્વોરી વર્કસ અને અનિરૂધ્ધ કન્સ્ટ્રક્શનની ઓફિસ) ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

જેવું તલાટી કમ મંત્રીના ઈશારે પ્રજાજન અને વચેટિયા ગોકુળ પટેલે અરજદાર પાસેથી રૂ. ૪૦,૦૦૦ ની રોકડી સ્વીકારી, કે તરત જ ટાંપીને બેઠેલી એ.સી.બી.ની ટીમે તરાપ મારી બંને આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા. લાંચની પૂરેપૂરી રકમ ઘટનાસ્થળેથી જ રિકવર કરી લેવામાં આવી છે.હાલમાં ACB એ બંને લાંચિયા નરાધમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.