Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કિંગખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી થયા મુંબઈ જવા રવાના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખખાનને અમદાવાદ ની કેડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બુધવારે બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં જ તેની મેનેજર પૂજા દદલાનીએ શાહરૂખ ખાનના સ્વાસ્થ્યને લઈને અપડેટ આપી હતી. કિંગ ખાનની મેનેજરે પોસ્ટ શેર કરીને લખ્યું કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે.પૂજાએ લખ્યું – હું ખાનના તમામ શુભેચ્છકો અને ચાહકોને કહેવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા સારી છે. તમારા બધા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા માટે આભાર. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અભિનેતાની તબિયતમાં સુધારો થયો છે. ડિસ્ચાર્જ બાદ શાહરૂખ અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર પ્લેનમાં મુંબઈ  જવા રવાના થયા હતા.