Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત એટીએસે આઈએસઆઈએસ માટે કામ કરતા એક શખ્સને પોરબંદરથી ઝડપી લીધો છે. ગુજરાત એટીએસના અધિકારીઓ પોરબંદરની સુભાષનગર ખાતેથી જતીન જેચારણીયા નામના જાસૂસને પકડીને તેની પુછપરછ હાથ ધરી છે. દેશમાં જ રહીને અને ખાઈને પાકિસ્તાનને મદદ કરનારા જાસૂસને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેની પુછપરછમાં અન્ય શક્સોના નામ બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. હની ટ્રેપમાં ફસાયેલા આ યુવકે સોશિયલ મિડીયામાં સુદર યુવતી સાથે ટેચિંગ કરતા કરતા પાકિસ્તાન માટે જાસૂસી કરવા લાગ્યો હતો. અગાઉ પણ જાસૂસી કરતા યુવકની ભરૂચમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તેમાં પણ હની ટ્રેપમાં ફસાયેલો આ યુવક પાકિસ્તાન માટે જાસૂસી કરતો હોવાનું બહાર આવ્યું હતું. એટીએસને માહિતી મળી હતી કે જતીન ચારણીયા નામનો માછીમાર પાકિસ્તાનથી સંચાલિત અદ્રિકાપ્રિન્ય નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે માહિતી મોકલે છે. જેને આધારે પોલીસે સોશિયલ મિડીયા અને ફાયનાન્સ પર વોચ રાખી હતી. બાદમાં આ અંગે પુરાવા એકઠા કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સોશિયલમીડિયા મારફતે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએસને દેશની ગુપ્ત અને અગત્યની માહિતી પહોંચાડતોહતો.તેના રિમાન્ડ મેળવ્યા બાદ પુછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.

પોરબંદરના દરિયા કિનારે માછીમારી કરતો જીતેન્દ્ર ચારણીયા છેલ્લા ચારેક મહિનાથી આદવિકા પ્રિન્સ નામ ધરાવતા પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં હતો. આરોપી ભારતીય કોસ્ટગાર્ડના જેટી ઉપરાંત બોટની માહિતી ફેસબુકમેસેન્જર, વોટ્સએપ ઉપરાંત ટેલીગ્રામ જેવી એપ્લિકેશનથી પાકિસ્તાનના એજન્ટને મોકલીને બદલામાં પૈસા મેળવતો હતો. વધુ તપાસમાં જણાયું હતું કે Advika Prince ફેસબુકપ્રોફાઈલ ધારકે પોતે મહિલા હોવાનું જણાવીને જતીન ચારણીયા પાસેથી તે ગુજરાતના પોરબંદરમાં રહેતો હોવાની તથા માછીમારી કરતો હોવાની માહિતી મળવી હતી.

અવારનવાર ચેટ દ્વારા જતીનનો વિશ્વાસ મેળવ્યો હતો. જતીન આ કથિત મહિલાને ભારતીય કોસ્ટગાર્ડની જેટી તથા જેટી પરના શીપના વીડિયો બનાવીને મોકલતો હતો.પોલીસે તપાસ કરતા આ બન્ને વચ્ચે ફેસબુક મેસેન્જર અને ટેલીગ્રામ એકાઉન્ટ પર થયેલી ઘણી ચેટ પ્રાઈવસી સેટીંગ્સને કારણે 24 કલાકમાં ઓટો ડિલિટ થઈ ગઈ હતી. જતીનના બેન્ક એકાઉન્ટમાં ટુકડે ટુકડે  છ હજાર રૂપિયા જમા થયા હોવાનુપમ બહાર આવ્યું છે. આરોપી જતીન ચારણીયા ભારતીય કોસ્ટ ગાર્ડ રિસોર્સિસ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી મોકલી ગેરકાયદે વળતર મેળવતો હોવાથી તેની વિરૂધ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.