Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કેન્દ્ર સરકારે મજૂરો માટેનાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લાખો મજૂર કામદારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે એગ્રીકલ્ચર, કન્સ્ટ્રકશન્સ એન્ડ મેઇન્ટેનન્સની સાથે રોડ તથા બિલ્ડિંગ્સના કામોમાં લાગેલા મજૂરો માટેના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ ફેરફાર ૧લી ઓક્ટોબર ૨૦૨૬થી અમલી બન્યો છે. મોંઘવારી મુજબ ભથ્થાં વધવાથી જુદી-જુદી કેટેગરીમાં શ્રમિકોનો લઘુત્તમ વેતનદર વધી ગયો છે. શ્રમિકોના વેતનદરમાં આ વધારો કામદારના કૌશલ્ય અને કામના સેક્ટર એટલે કે એ,બી અને સી જેવા જુદાં-જુદાં ક્ષેત્રો મુજબ જુદો-જુદો છે. એગ્રી સેક્ટરમાં એરીયા એના અનસ્કિલ્ડ વર્કર્સને હવે પ્રતિદિન ઓછામાં ઓછા ૫૩૭ રૂપિયા મળશે.

તેમા ૩૩૩ રુપિયા મૂળભૂત વેતન અને ૨૦૪ રૂપિયા મોંઘવારી ભથ્થું સામેલ છે. આ સેક્ટરમાં સ્કિલ્ડ વર્કર્સનો લઘુત્તમ વેતન દર પ્રતિ દિન રૂપિયા ૭૦૫ નક્કી કરાયો છે. એરીયા-બીમાં અનસ્કિલ્ડ વર્કર્સને પ્રતિ દિન કમસેકમ ૪૯૧ રૂપિયા અને એરિયા-સીમાં રુ. ૪૮૬ મળશે. કન્સ્ટ્રકશન અને મેઇન્ટેનન્સમાં કામ કરનારા વર્કરો માટે પણ મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. તેમા રોડ, રનવે બિલ્ડિંગ, ઇલેક્ટ્રિસિટી એન્ડ કમ્યુનિકેશન્સના અંડરગ્રાઉન્ડ કેબલ પાનીની પાઇપલાઇન અને સીવર લાઇન સાથે જોડાયેલા કામ સામેલ છે. એરીયા-એમાં અનસ્કિલ્ડ કન્સ્ટ્રકશન વર્કરોની લઘુત્તમ મજૂરી કે વેતનદર પ્રતિ દિન ૮૪૦ રૂપિયા હશે.

જ્યારે સ્કીલ્ડ વર્કરને પ્રતિ દિન રૂપિયા ૧,૧૧૧ મળશે.એરીયા-બીમાં કન્સ્ટ્રકશન સેક્ટરના અનસ્કિલ્ડ વર્કરને પ્રતિ દિન રૂપિયા ૭૦૪ અને સ્કિલ્ડ વર્કર્સને પ્રતિ દિન રૂપિયા ૧,૦૨૪ મળશે. એરીયા-સીમાં બંને કેટેગરીના વર્કરને ક્રમશઃ રૂપિયા ૫૬૫ અને રૂપિયા ૯૩૩ મળશે. આ પ્રકારે સેમી સ્કિલ્ડ એન્ડ સ્કિલ્ડ વર્કર્સનો વેતનદર પણ સ્કિલ અને સેકટર મુજબ વધારવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું વેતનનો તે હિસ્સો છે, જે મોંઘવારી મુજબ વધારવામાં આવે છે. તેનો હેતુ વધતા જતાં રોજિંદા ખર્ચને ઘટાડવાનો છે. સરકાર તેને ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ-આઇડબલ્યુના આધારે રિવાઇઝ કરે છે. આ વખતે તેને ૪૨૪.૮૦થી વધારીને ૪૩૧.૪૨ કરવામાં આવ્યો છે.(સૌજન્ય)(file photo)