Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉદવાડા રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લાનાં ઉદવાડા રેલવે સ્ટેશનની ઉત્તર બાજુ લૂપ લાઈન નજીક આશરે ૨૫ વર્ષીય અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ શનિવાર નારોજ સવારે ઉદવાડા રેલવે સ્ટેશન પાસે એક યુવક કોઈ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ યુવક શરીરે કપાઈ જવા સાથે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું.

મૃતકના વાલી-વારસોની શોધખોળ છતાં કોઈ ભાળ મળી નથી. મૃતક પાતળા યુવક બાંધાનો અને રંગે ઘઉંવર્ણ હોવા સાથે આશરે પ ફૂટ ૪ ઈંચ ઊંચાઈનો છે. તેણે લાલ રંગનું આખી બાંયનું શર્ટ, કાળા લાઇનિંગવાળું પેન્ટ, આછા ગુલાબી રંગનું ટી-શર્ટ, કાળો બર્મુડો તથા ગ્રે રંગના પ્લાસ્ટિકના ચંપલ પહેરેલા હતા.(સૌજન્ય)