વલસાડ જિલ્લાનાં નાનાપોંઢાના મુસ્લિમ ફળિયામાં વિવાદોમાં આવેલી માતૃભૂમિ રિયલટેક ડેવેલપમેન્ટ લિમિટેડ કંપનીની માતૃભૂમિ ડેરી પ્રા.લિ.નામની ડેરી કાર્યરત કરવામાં આવી હતી. ડેરીમાં દૂધની અલગ અલગ બનાવટોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. કંપનીના ડિરેક્ટરો વિનોદભાઈ વજીરભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો સામે છેતરપિંડીની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જે પ્રકરણમાં હાલે વિનોદભાઈ પટેલ જેલવાસો ભોગવી રહ્યા છે. કંપનીને તાળા લગાવી દીધા બાદ નાનાપોંઢા ખાતે આવેલી ડેરી બંધ કરવાની ફરજ પડી હતી. બંધ ડેરીની દેખરેખ ડિરેક્ટર વિનોદભાઈના પુત્ર નિખિલભાઈ પટેલ (રહે.માજપાડા ફળિયા, સુખાલા ગામ,નાનાપોંઢા) રાખે છે.
તેઓ બંધ ડેરીની સમયાંતરે તપાસ પણ કરે છે. પરંતુ ગત તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ નારોજ નિખિલભાઈ રોજ ડેરીની તપાસ કરવા ગયા હતા અને ડેરીના મુખ્ય દરવાજાને તાળું મારી પરત આવ્યા હતા. ત્યારબાદ ગત તારીખ ૦૩-૧૦-૨૦૨૬ નારોજ નિખિલભાઈએ ડેરીની તપાસ કરવા તેમના શોરૂમ પર કામ કરતા ઠાકોરભાઈ હિરાભાઈ રાઉતને મોકલ્યા હતા. જે દરમિયાન ડેરીના મુખ્ય દરવાજા પાસે આવેલો કાચનો દરવાજો સહિત ડેરીનો મુખ્ય દરવાજો તૂટેલી હાલતમાં નજરે પડ્યો હતો. જેથી ઠાકોડભાઈએ નિખિલભાઈ પટેલને ફોન ડેરીમાં તપાસ કરી હતી. ડેરીમાંથી અલગ અલગ મશીનોમાં ફીટ કરેલ ૧૨૦૦ મીટર કેબલ જેની કિંમત રૂપિયા ૫૫,૦૦૦/- ગાયબ જણાતા ચોરી થયાનું સમજાયું હતુ. ચોરી અંગે નિખિલભાઈ પટેલે અજાણ્યા ચોરટાઓ સામે નાનાપોંઢા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.(સૌજન્ય)




