Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પ્રશાંત મહાસાગરમાં આવેલ ચક્રવાત નોલો પ્રચંડ બન્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પ્રશાંત મહાસાગરમાં આવેલ ચક્રવાત નોલો જોતજોતામાં પ્રચંડ બની કેટેગરી ૩નું તોફાન બની ગયો છે. આ ચક્રવાત હવાઈ દ્વિપ સમુદ્ર તથા વસ્તીવાળા વિસ્તારોથી દૂર પશ્ચિમે જામ્યો છે. મિયામી સ્થિત રાષ્ટ્રીય તૂફાન કેન્દ્રનાં જણાવ્યા મુજબ ચક્રવાત નોલો સાથે જાગેલા પવનોની ગતિ કલાકના ૧૮૫ કીમી સુધી પહોંચી ગઈ છે અને સાંજ સુધીમાં લિસિયાન્સ્કી સ્કી દ્વિપથી ૨૦૦ માઈલ દક્ષિણ પશ્ચિમમાં જાગ્યું હતું અને કલાકના ૩૧ કીમીની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ ધસી રહ્યું હતું. ચક્રવાત નોલો જામતાં અમેરિકાનાં પાપાહનાઉમો કુશ્ના કે. આ સમુદ્રીય રાષ્ટ્રીય સ્મારક ક્ષેત્રમાં ચેતવણી જાહેર કરાઈ છે. આ ખૂબ વિશાળ અને સંઘીય સંરક્ષિત ક્ષેત્ર છે.

તેમાં દ્વિપ એરોલ સમુદ્રની નીચે રહેલા પર્વતો તથા પરવામાના બેટો પણ આવરી લેવામાં આવ્યા છે. આ ચક્રવાત અંગેની ચેતવણી મારો રીફથી શરૂ કરી લિસિયાન્સ્કી દ્વિપ સુધીના વિસ્તારોમાં પ્રસિદ્ધ કરાઈ છે. આ વિસ્તારોનાં નીચાણવાળા ભાગોમાં બધું જળબંબાકાર થઇ ગયું છે. આ ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં એક વધુ તોફાન રાકેલ સાકાર થઇ રહ્યું છે. આજે અને કાલ દરમિયાન તો આ વિસ્તારોમાં ભારે સમુદ્રીય લહેરોથી ત્રસ્ત થઇ જવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. અને સમુદ્રીય પરિસ્થિતિ નજરમાં રાખી નાગરિકો તથા સહેલાણીઓને સમુદ્ર તટથી દૂર અંદરના ભાગોમાં આવવા જવા તો કહ્યું છે પરંતુ દ્વિપોમાં અંદરનાં વિસ્તારો બહુ થોડા હોય છે.

નોલો ઉપરાંત એક વધુ તોફાન રાકેલ અમેરિકાનાં રાષ્ટ્રીય તૂફાન કેન્દ્રનાં જણાવ્યા પ્રમાણે વીકેન્ડથી જાગેલું આ તોફાન સોમવારે પ્રબળ બની રહેવા સંભવ છે. જોકે અત્યારે તો તે માત્ર કેટેગરી-૧ જેટલું જ શક્તિશાળી છે. પરંતુ પછી વધુ જામવા સંભવ છે. તે મેક્સિકોના જ તાબામાં રહેલી. દક્ષિણ કેલિફોર્નિયાની ભૂશિર બાજા કેલિફોર્નિયાના તટ સાથે અથડાઈ. પશ્ચિમમાં આગળ વધવા સંભવ છે. તેથી ઉંચી અને ખતરનાક લહેરો પણ ઉભી થઇ શકે. નાગરિકોને સાવચેત રહેવા સત્તાવાળાઓએ જણાવી દીધું છે.(સૌજન્ય)