Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બલીઠા સીમમાંથી પસાર થતાં હાઈવે પર કન્ટેનર પાછળ બાઈક અથડાતા એક યુવકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લાનાં વાપી બલીઠા જકાતનાકા બ્રિજ પર નેશનલ હાઇવે ઉપર બ્રેકડાઉન હાલતમાં ઊભેલા કન્ટેનર પાછળ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરત ખસેડાયો હતો. શનિવારની રાત્રે સુરતથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવેના ટ્રેક નંબર ત્રણ ઉપર એક કન્ટેનર બ્રેકડાઉન થતાં રોડ ઉપર ઊભું હતું. તે દરમિયાન ૨૭ વર્ષીય હિતેષભાઈ ગેનારામ ચૌધરી અને સ્નેહ અજય પુરોહિત બાઈક પર પસાર થઈ રહ્યા હતા.

તે અરસામાં અંધકારમાં કન્ટેનર નજરે ન આવતા તેમની બાઈક પાછળથી કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બંનેને માથા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ બાદ બંનેને ૧૦૮ની મદદથી વાપી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ હિતેષભાઈ ચૌધરીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સ્નેહ પુરોહિતને ગંભીર ઈજાઓ થતાં વલસાડ સિવિલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સુરતની કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.(સૌજન્ય)