Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પુરવઠા વિભાગે રેડ પાડી તાલાળા-સાસણ રોડ પર શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગીરસોમનાથમાંથી ફરી એક વખત મોટા પ્રમાણમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડીને તાલાળા-સાસણ રોડ પર શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડ્યો. પુરવઠા વિભાગે બાતમીના આધારે દરોડો પાડ્યો. આ દરોડામાં હોટલની માલિકીની જગ્યામાંથી અનાજનો જથ્થો પકડાયો. વિભાગને દરોડામાં ઘઉં, ચોખા અને ચણા  જથ્થો મળી આવ્યો.

વિભાગ દ્વારા તમામ સામગ્રી ઝડપી પાડતા તેમાં ઉપયોગ થતા 3 છોટા હાથી  અને 1 રિક્ષા પણ સીઝ કરી. પુરવઠા વિભાગે આ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આગળ ની કાર્યવાહી હાથ ધરી. વિભાગ દ્વારા અચાનક આ રીતે દરોડા પાડવામાં આવતા ગેરરીતિ આચરનારા અનાજના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો. અનાજની ગેરરીતી મામલે કલેકટરે  ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો  ઉપર લાલ આંખ  કરતા ગેર કાયદેસર અનાજ નો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.