Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગર સંસદીય વિસ્તારમાં મતગણતરી કેન્દ્ર ખાતે કરવાની થતી વિવિધ કામગીરીની તલસ્પર્શી સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાન વિભાગની મતગણતરી આગામી તારીખ 4 જૂન ના રોજ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સેક્ટર 15, ગાંધીનગર ખાતે યોજવાની છે ત્યારે મતગણતરી અંતર્ગત કરવાની થતી વિવિધ પ્રકારની કામગીરીની જિલ્લા કલેકટરશ્રીમેહુલદવેએ તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

આ અંગેની સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનાસુચારું આયોજન માટે નાનામાં નાની બાબતનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. કલેકટરશ્રીએ મત ગણતરી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારી, કર્મચારી તેમજ વિવિધ સેવા પૂરી પાડતી તમામ એજન્સીઓનાપ્રતિનિધિઓનેપ્રો-એક્ટિવ બની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કાયદો વ્યવસ્થા, પાર્કિંગ, મતગણતરી કેન્દ્રમાં આનુસંગિક વ્યવસ્થા ઉભી કરવી, વિદ્યુતને લગતી કામગીરી, ટેલીફોન અને ઇન્ટરનેટ સુવિધા ઉભી કરવી, સીસીટીવીઇન્સ્ટોલેશન, તેમજ અગ્નિશમનનીકામગીરીથી માંડીને સ્વચ્છતાની કામગીરી માટે સઘન આયોજન કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી વાસમશેટ્ટી રવિ તેજા, નિવાસી અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડીયા તેમજ મતગણતરી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓ, વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.