Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કંબોડિયામાં પોલીસ દ્વારા 300 ભારતીયોની ધરપકડ કરવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કંબોડિયામાં પોલીસ દ્વારા 300 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ભારતીયોને ગેરકાયદેસર રીતે કંબોડિયા લાવવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકો આંધ્રપ્રદેશના હોવાનું કહેવાય છે. આંધ્ર પ્રદેશ પોલીસનું કહેવું છે કે, ગેરકાયદેસર રીતે કંબોડિયા લઈ જવામાં આવેલા 300 ભારતીયોએ ગત 20 મેના રોજ તેમના હેન્ડલર્સ વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના કારણે તેમાંથી મોટાભાગના લોકોની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ રશિયામાંથી પણ આ પ્રકારની માનવ તસ્કરીનો એક કિસ્સો સામે આવ્યો હતો.જો કે, આમાં એવા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમણે ગેરકાયદેસર રીતે ભારતીયોને રશિયા મોકલ્યા હતા. ભારતમાંથી યુવાનોને આકર્ષક નોકરીઓ અથવા પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાના વચન સાથે રશિયા લઈ મોકલાયેલાઓનેયુક્રેનમાં યુદ્ધમાં લડવા માટે દબાણ કરવાના આરોપમાં ચાર લોકોની ભારતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ દિલ્હીમાં થઈ હતી. આરોપીઓની ઓળખ કેરળના રહેવાસી અરુણ અને યેસુદાસ જુનિયર તરીકે થઈ હતી. સોશિયલમીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, માનવ તસ્કરોએ ભારતીય યુવાનોને સારા પગારનાપેકેજ સાથે રશિયામાંનોકરીની લાલચ આપીને ફસાવ્યા હતા.