ખેડાનાં કઠલાલ તાલુકાનાં ફાગવેલ ગામ નજીકથી ખેડા એલ.સી.બી.એ બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂપિયા 6.91 લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. એલ.સી.બી.એ રૂપિયા 9.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બુધવારે કઠલાલના ફાગવેલ પાસે વોચ ગોઠવી બાલાસિનોરથી અમદાવાદ તરફ જતી બોલેરો પીકઅપ ગાડીને શંકાના આધારે અટકાવી હતી. એલ.સી.બી.એ ચાલકની પુછપરછ કરતા તે હીરાસીગ લક્ષ્મણસીગ પટવા (રહે.મણિનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. એલ.સી.બી.એ વાહનની તલાશી લેતા તેમાંથી રૂપિયા 6,67,056/-ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી 4,620 બોટલો તથા રૂપિયા 24 હજારની કિંમતના બીયરના 240 ટીન મળી આવ્યા હતા. એલ.સી.બી.એ રૂપિયા 6.91 લાખનો દારૂ, પીકઅપ ગાડી સહિત કુલ રૂપિયા 9.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલકની વધુ પુછપરછ હાથ ધરી હતી.



