તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

દાદરા નગર હવેલી સેલવાસની સન પ્લાસ્ટિક કંપનીનાં ઓપરેટરનું ચાલુ ફરજ દરમિયાન મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસમાં એક દીકરીના લગ્ન લેવાય એ પહેલા જ તેના કામદાર પિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, સેલવાસના મસાટ ખાતે આવેલી સન પ્લાસ્ટિક કંપનીમાં ઓપરેટર તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 40 વર્ષીય અનિલ યાદવ (રહે.માસાટ, મૂળ બિહાર)ની ગત શુક્રવારે સાંજે કંપનીની અંદર કામ કરતી વખતે અચાનક તબિયત લથડતા તેઓ ગભરાટ સાથે ચક્કર ખાઈને પડ્યા હતા. જ્યાં સાથે કામ કરતા સહ કર્મચારીઓએ તાત્કાલિક કંપનીના સ્ટાફ ને જાણ કર્યા બાદ ખાનગી વાહન દ્વારા તેમને સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં રવિવારે મળસ્કે પાંચ વાગ્યાની આસપાસ અનિલ યાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.