Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરત શહેરમાં દસ દિવસ બાદ મેઘરાજા એન્ટ્રી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરમાં આજે પણ ઝડપી પવનની સાથે તાપમાનમાં વધારો નોંધાયો હતો. પવનોની સાથે અસહ્ય ઉકળાટે લોકોને આજે પણ પરેશાન કર્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં મહત્તમ તાપમાન વધીને 35 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 65 ટકા ભેજની સાથે 8 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. બીજી બાજુ ચોમાસાના આગમન પૂર્વે વરસાદી વાતાવરણ બને તેવા સંજોગો છે.

મેઘ સવારીના સ્‍વાગત માટે રાજય સરકારનું મહેસુલ તંત્ર અને અન્‍ય વિભાગો સજ્જ છે. હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 10થી 15 જૂન વચ્‍ચે ગુજરાતમાં પ્રથમ તબક્કાનો સારો વરસાદ થાય તેવા સંજોગો છે. જોકે કુદરતી વાતાવરણ ગમે ત્‍યારે બદલાઈ શકે છે. દસ દિવસ પછી મેઘ સવારી આવી પહોંચશે તેવી આગાહીના પગલે સરકારી તંત્ર સજ્જ થઈ ગયું છે. સામાન્‍ય રીતે રાજય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાયમ ચાલુ રહેતો હોય છે પરંતુ ચોમાસામાં કંટ્રોલ રૂમમાં જે વિશેષ પ્રવૃત્તિ થતી હોય તે આવતીકાલથી શરૂ થશે. કાલથી ચોમાસાલક્ષી પ્રવૃત્તિ સાથેના જિલ્લાવાર કંટ્રોલરૂમ ધમધમશે.