Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરા : રાયપુરા ગામે મકાનના બારણા સુધી મગર આવી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા નજીક ગામમાં ફરી એકવાર મગર મકાનના બારણા સુધી આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભાઈલી નજીક આવેલા રાયપુરા ગામે રાત્રે તળાવ પાસેના એક મકાનની બહાર છ ફૂટનો મગર આવી ગયો હતો. પરિવારજનોનું ધ્યાન જતા તેઓ ગભરાઈ ગયા હતા અને થોડી જ વારમાં લોકોનો ટોળા જામ્યા હતા. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા લગભગ પોણો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જયારે ફોરેસ્ટની સાથે ગામ લોકો પણ મદદમાં જોડાયા હતા.