Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભાવનગર-વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન આજથી વડાલ, શાપુર, લુશાળા અને બડોદર સ્ટેશન પર સ્ટોપેજની મંજૂરી મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને ભાવનગર-વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન (૦૯૫૬૬/૦૯૫૬૭) આજથી વડાલ, શાપુર, લુશાળા અને બડોદર સ્ટેશન પર સ્ટોપેજ કરવાની મંજૂરી આપી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમશયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગર થી વેરાવલ જવાવાળી ટ્રેન નંબર ૦૯૫૬૬ ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેનનો વડાલ રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૦૫/૯.૦૬ વાગ્યે, શાપુર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૩૩/૯.૩૪ વાગ્યે, લુશાલા રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૪૭/૯.૪૮ વાગ્યે અને બડોદર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૯.૫૪/૯.૫૫ વાગ્યે રહેશે.

તેવી જ રીતે, વળતી દિશામાં, વેરાવલ થી ભાવનગર જવાવાળી ટ્રેન નંબર ૦૯૫૬૭ વેરાવળ- ભાવનગર દૈનિક ટ્રેનનો બડોદર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૪૧/૧૫.૪૨ વાગ્યે, લુશાલા રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૫૦/૧૫.૫૧ વાગ્યે, શાપુર રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૬.૦૧/૧૬.૦૨ વાગ્યે અને વડાલ રેલ્વે સ્ટેશન પર રોજનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૬.૨૯/૧૬.૩૦ વાગ્યે રહેશે.તેમ તેમણે જણાવ્યુ હતું.