તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

જ્વેલર્સમાં ગ્રાહકનાં સ્વાંગમાં આવેલ મહિલાએ સેલ્સગર્લની નજર ચૂકવી મંગળસૂત્ર ચોરી કરી ફરાર થઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાનાં માંડવી એમ.જી.રોડ પર આવેલ લાલજીભાઇ હરજીવનદાસ એન્ડ સન્સ નામની જ્વેલર્સ નામની દુકાનમાં મંગળસૂત્ર ખરીદવા માટે ગ્રાહકનાં સ્વાંગમાં આવેલી મહિલા 25 હજારની કિંમતનું મંગળસૂત્ર સેલ્સ ગર્લની નજર ચૂકવીને લઇ ગઇ હતી. બનાવ અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી, સોમા તળાવ દરગાહની બાજુમાં ઝવેર નગરમાં રહેતા ભાવિકાબેન નિકુલભાઇ મિસ્ત્રી માંડવી એમ.જી.રોડ પર આવેલ લાલજીભાઇ હરજીવનદાસ એન્ડ સન્સ નામની જ્વેલર્સમાં સેલ્સ કાઉન્ટર નોકરી કરે છે.

વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 1 લી તારીખે હું મારી નોકરી પર હતી. બપોરે પોણા ત્રણ વાગ્યે દુકાનમાં બે મહિલાઓ આવી હતી. તે સમયે મારી સાથેનો અન્ય સ્ટાફ જમવા માટે ગયો હતો. કાઉન્ટર પર આવીને મહિલાએ કહ્યું કે, મને સિંગલ લાઇનનું મંગળ સૂત્ર જોઇએ છે. તેઓએ મને 50 હજારની રેન્જ જણાવી હતી. જેથી હું સ્ટ્રોંગ રૂમમાંથી મંગળસૂત્ર લાવીને તેઓને બતાવ્યા હતા. પરંતુ મહિલાએ સિન્ધી ડિઝાઇનમાં મંગળ સૂત્ર બતાવવા કહ્યું હતું. પરંતુ, અમારી પાસે તે પ્રકારનું મંગળ સૂત્ર નહીં હોવાનું કહેતા મહિલા દુકાનમાંથી નીકળી ગઇ હતી.

ત્યારબાદ હું સ્ટ્રોંગ રૂમમાં ફરીથી મંગળસૂત્ર મૂકવા ગઇ ત્યારે વજન કરતા સ્ટ્રોંગ રૂમના સમીરભાઇએ કહ્યું કે, 4.740 ગ્રામ જેટલું વજન ઓછું છે. મંગળ સૂત્ર લેવા આવેલી મહિલાઓ પર મને શંકા જતા મેં સીસીટીવી ચેક કરતા મહિલા મારી નજર ચૂકવીને એક મંગળસૂત્ર કિંમત રૂપિયા 25 હજારનું પોતાના ડ્રેસના પાયજામાના ખિસ્સામાં મૂકીને જતી રહી હોવાનું દેખાયું હતું. ઉલ્લેખનીય છે કે, વાડી પોલીસ કાયદા અનુસાર નહીં પરંતુ, પોતાની મનમાનીથી કાર્યવાહી કરે છે. દોઢ મહિના પહેલા સિનિયર સિટિઝન પર થયેલા હુમલાની ફરિયાદ પણ બે દિવસ પહેલા જ દાખલ કરી હતી અને હવે આ કિસ્સામાં પણ 15 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધી હતી.